Gujarati News

Gujarati News

News of Monday, 8th November 2021

દાહોદના લીમખેડામાં બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર શખ્સો ઈજાગ્રસ્ત

દાહોદ: જિલ્લાના લીમખેડામાં બે બાઈક સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકોના મોત નીપજયા છે. જ્યારે અન્ય ચારને ઇજા પહોંચી છે. જેથી તેઓેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યાં છે. દાહોદ જિલ્લામા આ દિવાળી એકંદરે શાંતિ પૂર્ણ રીતે સંપન્ન થઈ છે. ગામડાંઓમા પણ કોઈ મોટી તકરાર કે હિંસક અથડામણો થઈ નથી. પરંતુ નાના-મોટા અકસ્માતો થયા હોવાની જાણકારી મળી છે. ત્યારે લીમખેડામા ગત રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. લીમખેડામાં પ્રવેશદ્વાર પાસે રાત્રિના સમયે બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ બે યુવકોના મોત નીપજયા છે. તેમજ આ બંને બાઈક પર જ સવાર અન્ય ચાર યુવકોને ઈજા થતા તેમને સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે. આમ તહેવારો ટાણે જ અકસ્માત થતા મૃતક યુવકોના પરિવારોમાં શોકનુ વાતાવરણ છવાઇ ગયુ છે.

(12:27 pm IST)