Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે HPCL ના સહયોગથી સ્થપાયેલ PSA ઓક્સિજન પ્લાન્ટનું થયેલું ઇ-લોકાર્પણ

એક મિનિટમાં ૪૫૦ લીટર ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતાવાળા પ્લાન્ટથી એક સાથે ૭૦ થી ૮૦ જેટલા દરદીઓને સતત ઓક્સિજન પુરવઠો પૂરો પાડી શકાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેન્દ્રીય પટ્રોલીયમ મંત્રી હરદીપસિંઘ પૂરી અને રાજ્ય કક્ષાના મંત્રી રામેશ્વર તેલી, પેટ્રોલીયમ સચિવ તરૂણ કપૂર,વરિષ્ટ પદાધિકારીઓ તેમજ પેટ્રોલીયમ મંત્રાલયના અધિકારીઓ વગેરેની ઉપસ્થિતિમાં આજે દેશભરના વિવિધ જિલ્લાઓમાં PSA ઓક્સિજન પ્લાન્ટ્સનું ઇ-લોકાર્પણ કરાયું હતુ, જેમાં ગુજરાતમાં નર્મદા જિલ્લાના રાજપીપલા મુખ્ય મથકે કોવિડ હોસ્પિટલ ખાતે પણ HPCL ના સહયોગથી સ્થપાયેલ PSA ઓક્સિજન પ્લાન્ટ લોકાર્પિત કરાયો હતો. આ ઓક્સિજન પ્લાન્ટસ દરદીઓ માટે જીવનદાતા હોઇ, તેની નિભાવણી સુચારૂં રીતે થાય તે જોવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંઘ પૂરીના હસ્તે યોજાયેલા આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં HPCL ના નોર્થ-વેસ્ટ ઝોનના ચીફ જનરલ મેનેજર (રીટેઇલ) પવન સહગલ, વડોદરાના ડેપ્યુટી જનરલ મેનેજર (રીટેઇલ) વિશાલ શર્મા, રાજપીપલા કોવિડ હોસ્પિટલના ફિઝિશિયન ડો.જે.એલ મેણાત સહિત હોસ્પિટલના અન્ય તબીબો વગેરે તેમાં સહભાગી બની જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

(10:31 pm IST)