Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વડોદરા એસઓજીએ બાતમીના આધારે જાપાની દરવાજા નજીક ઘર બહાર આઇપીએલ પર સટ્ટો રમાડતા શખ્સને ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં એસ..જી પોલીસને માહિતી મળી હતી કે જાપાની દરવાજા બહાર મોહલ્લા પાસે સરકારી કન્યા શાળાની બાજુમાં રહેતો ચિરાગ ઉર્ફે ધર્મેશ કહાર ઘરના ઓટલા પર ipl ની મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે.

જે માહિતીના આધારે એસઓજીની ટીમે ચાંપાનેર દરવાજા વિસ્તારમાં તપાસ કરતા ધર્મેશ કહાર પોતાના ઘરના ઓટલા પર મોબાઇલમાં ઓનલાઇન રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો. જેથી પોલીસે ધર્મેશ કહારની ધરપકડ કરી 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન જપ્ત કરી લીધો છે તેમજ ધર્મેશ પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે તે ક્રિકેટનો સટ્ટો બુકી ગુરુએ મામા શાહ રહેવાસી મહેતાપુર પાસે કપાવતો હતો. જેથી પોલીસે ગુરૂએ મામાને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(5:06 pm IST)