Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કાલે પેટાચૂંટણીનું જાહેરનામુઃ પાલિકા અને પંચાયતોની ચૂંટણીની મતદાર યાદી પ્રસિદ્ધી

રાજકોટ તા. ૮ : ગુજરાત વિધાનસભાની મોરબી, લીંબડી, ધારી, ગઢડા સહિત ૮ બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે તા. ૯મીએ જાહેરનામુ બહાર પડશે. કાલથી તા. ૧૬ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે.

નવેમ્બર-ડીસેમ્બરમાં કોર્પોરેશન અને તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી આવવા પાત્ર છે. વિધાનસભાની મતદાર યાદીના આધારે કાલે તાલુકા-જિલ્લા પંચાયતોની પ્રાથમીક મતદાર યાદી બહાર પડશે તા. ૧૪ સુધીમાં તેની સામે દાવા રજુ કરી શકાશે તા. ર૧મીએ  દાવાનો નિકાલ થશે. તા.ર૩મીએ ફોટાવાળી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે.

(3:46 pm IST)