Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

યુએસએ, યુકેની સરકારે એડિશનલ કલેકટર ચેતન ગાંધીની પીઠ થાબડી

રાજકોટ,તા.૮ : રાજકોટને ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના તાજેતરમાં જાહેર વહીવટ ક્ષેત્રે બની છે. અમદાવાદમાં એડિશનલ કલેકટરના પદ પર ફરજ બજાવતા રાજકોટના વતની ચેતન ગાંધીને પરદેશની બે સરકારે એમના કામ માટે અભિનંદન પાઠવ્યાં છે અને બિરદાવ્યાં છે. લોકડાઉન દરમિયાન વિદેશી નાગરિકોને એમના વતન પહોંચાડવાની કાર્યવાહી ધીરજ અને મક્કમતા પૂર્વક પાર પાડવા બદલ એમના કામને વખાણવામાં આવ્યું છે.

યુ.કે.ની સરકાર તરફથી ચેતન ગાંધીને મળેલા પત્રમાં જણાવાયું છે કે ડીઅર મિસ્ટર ગાંધી, અમે તમારો આભાર માનીએ એટલો ઓછો છે. કોવીડ-૧૯ના કપરા સમયમાં તમને અને તમારી ટીમે જે કામ અમારા દેશના નાગરિકો માટે કર્યું છે એને અમે બિરદાવીએ છીએ. તમારા સંનિષ્ઠ પ્રયાસોને લીધે આજે અમારા દેશના ૩૭૦૦ નાગરિકો વતનમાં પરત ફરી શકયા છે. યુ.કે.ના પ્રાઇમ મિનીસ્ટર બોરીસ જહોનસને પણ અની નોંધ લઇને પોતાનો સદભાવ વ્યકત કર્યો છે. જયારે યુએસએના કોન્સ્યુલેટ જનરલ તરફથી પણ પ્રસંશા પત્ર પાઠવાયો છે. મળેલા પત્રમાં લખ્યું છે. રાજકોટના વતની, જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરનાર   ચેતન ગાંધીનો ઉલ્લેખ વિશેષ રીતે એટલા માટે કરવો જરૂરી છે કે તેમણે દેશના-ગુજરાતના લોકો માટે તો કામ કર્યું પરંતુ આપણું તંત્ર સુદ્રઢ રીતે કામ કરે છે એવું વિદેશમાં પણ પ્રસ્થાપિત કર્યું.

(3:01 pm IST)