Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુરત પાલિકા ઉધના ઝોન દ્વારા સીટી સેન્ટરની 12 જેટલી દુકાનો કરાઇ સીલ

દુકાનોના પાણીના નળ કનેક્શન ઉપરાંત ગટર જોડાણ પણ કાપી નાખ્યા

સુરતઃ મહાનગરપાલિકાના ઉધના ઝોન દ્વારા સોસ્યો સર્કલ ખાતે આવેલા સીટી સેન્ટરની 12 જેટલી દુકાનોને સીલ કરાઈ છે અગાઉ નોટિસ પાઠવ્યા છતાં અહીં રિપેરીંગ કામ સુધા કરવાની દરકાર લેવામાં આવી નહોતી. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 પાલિકાએ તમામ બાર જેટલી દુકાનોના પાણીના નળ કનેક્શન ઉપરાંત ગટર જોડાણ કાપી દુકાનો સીલ કરી દીધી છે.

સુરત ખટોદરા વિસ્તારમાં પાલિકા દ્વારા શીલ કરાયેલી જર્જરિત 12 જેટલી દુકાનો મામલે સુરત મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતના રાંદેર વિસ્તારમાં પૂર્વે બનેલી ઘટનાના પગલે શહેરમાં જર્જરિત ઇમારતો સામે માત્ર નોટિસ નહીં પરંતુ અધિકારીઓને કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન દ્વારા ખટોદરા વિસ્તારમાં આવેલુ સીટી સેન્ટર શોપિંગ કોમ્પ્લેક્ષની બાર જેટલી જર્જરિત દુકાનોને સીલ કરવામાં આવી હતી. આ અંગે પાલિકા કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતના તમામ ઝોનમાં હાલ જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી રહી છે. જો કે માત્ર નોટિસ જ નહીં તાત્કાલિક આવી ઇમારતોને ખાલી કરાવવા ઉપરાંત ઉતારી પાડવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાંદેર અને ઉધના ઝોનમાં આવેલી જર્જરિત ઇમારતો સામે પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાંદેરમાં બનેલી ઘટનાનું ફરી પુનરાવર્તન નહિ થાય તે માટે પાલિકા કમિશ્નરના આદેશ બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(1:07 pm IST)