Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

માતર તાલુકાના સિંહલોંડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: પાંચ ઈસમોની રંગે હાથે ધરપકડ

માતર તાલુકાના સિંહલોંડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: પાંચ ઈસમોની રંગે હાથે ધરપકડમાતર: તાલુકાના સિંહોલડી ગામમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર સામે ખુલ્લી જગ્યામાં પોલીસની ટીમે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં પાંચ ઈસમોને રંગેહાથે ઝડપી પાડ્યાં હતાં. જેમાં ઘનશ્યામભાઈ ઉર્ફે લાલો બુધાભાઈ પરમાર, મેલાભાઈ બુધાભાઈ પરમાર, હરેશભાઈ ચંદુભાઈ અમીન, જતીનભાઈ મનુભાઈ સોની અને કલ્પેશસિંહ નરેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. પકડાયેલા જુગારીઓ પાસે અંગજડતીમાંથી રૂ.૧૬૩૦ તેમજ દાવ પરથી રૂ.૪૩૦ મળી કુલ રૂ.૨૦૬૦ની મત્તા મળી આવી હતી. જે કબજે લઈ પોલીસે પકડાયેલા પાંચેય જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:01 pm IST)