Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

નડિયાદમાં ધોળા દહાડે 13 તોલા દાગીનાની ઉઠાંતરી થતા ચકચાર

ખેડા: જિલ્લાના વડામથક નડિયાદ શહેરમાં ધોળે દહાડે હાર્દસમા વિસ્તારમાંથી લાખો રૂપિયાના દાગીનાની ખુલ્લેઆમ લૂંટ થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. 
શહેરના પોશ વિસ્તારમાંથી એક ગૃહિણીના દાગીના ચોરવા માટે લૂંટારુઓએ માથામાં ભારે ઇજા કરીને આ લૂંટને અંજામ આપ્યો છે. આથી ગંભીર રીતે ઘવાયેલ ગૃહિણીને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે.  આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નડિયાદના નાનાકુંભનાથ રોડ પર આવેલ બાલાજી સોસાયટીમાં ૨૨ નંબરના ઘરમાં રહેતા ઉર્વશીબેન કુણાલભાઇ ભીંડે ના કુટુંબમાં કોઇ સામાજિક પ્રસંગ હતો. જેને કારણે આજે  બપોરે બાર વાગ્યાની આસપાસ ઉર્વશીબેન તેમના કાકી સાથે શહેરની મહાગુજરાત હોસ્પિટલ પાસે આવેલ એક્સીસ બેંકના લોકરમાં મૂકેલ પોતાના દાગીના લેવા ગયા હતા.બેંકમાંથી દાગીના લઇ એક્ટીવાની ડીકીમાં દાગીનાની થેલી મૂકી તેઓ ઘરે પરત ફર્યા હતા. 

 

(6:54 pm IST)