Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ABPS,નર્મદા જિલ્લાનાં પ્રમુખ અને તેમના પત્નીએ જિલ્લા જેલમાં ગણેશજીની આરતી નો લ્હાવો લીધો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા જીલ્લા જેલ ખાતે ગણપતિ મહોત્સવ અતંર્ગત શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપનાં કરવામાં આવી હોય જેમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નર્મદા જિલ્લાનાં પ્રમુખ ભરતભાઇ શાહ અને તેમના પત્ની જાગૃતિબેન શાહના હસ્તે રાજપીપળા જીલ્લા જેલમાં સ્થાપિત ગણેશજીની આરતી કરાવામાં આવી હતી, રાજપીપળા જીલ્લા જેલના બંદિવાનો દ્રારા શ્રી ગણેશજીની આરાધના અર્થે આરતી, ભજન, થાળ તથા શ્રી ગણેશના ૧૦૮ નામોનાં જાપ કરવામાં આવ્યા હતા.

 આ પ્રસંગે ભરત શાહે હાજર સૌ બંદિવાનો ને થયેલી ભૂલની સજા કાપ્યા બાદ બહાર નિકળી પોતાનું મન મક્કમ બનાવી એક સારા નાગરિક બની સમાજમાં પોતાનું સ્થાન અને માન બનાવવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં ભરત શાહે એમ પણ જણાવ્યું કે તમે જે જેલમાં સજા કાપી રહ્યા છો તેમાં જેલ અધિક્ષક રમેશભાઈ મકવાણા તમારા જીવનનમાં બદલાવ લાવી એક સારા વ્યક્તિ બનાવવા સતત પ્રયાસ કરે છે તો તમે પણ આ મુદ્દે ખરા ઉતરો અને મકવાણા સાહેબના સૂત્ર "હમે યહાસે જાના હૈ ફિર વાપસ કભી નહિ આના હૈ " ને જીવનનો મંત્ર બનાવી તેમાં ખરા ઉતરી આ સૂત્ર ને સાર્થક કરી બતાવવાનો દરેક બંદિવાનો પાસે એક મોકો છે માટે આ બાબતે સૌથી બનતા પ્રયાસ કરી એક સારા અને સાચા વ્યક્તિ બનવા પ્રયાસ કરો.

(10:30 pm IST)