Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીમાં નાંદોદ વિધાન સભાના ઉમેદવારની જાહેરાત થતાંજ વિરોધના સુર ઉઠ્યા

આપ નાં હોદ્દેદારો અને કાર્યકરો એ આ નામ જાહેર થતાં નાંદોદ વિધાનસભા માં હાર માની લીધી હોવાનું જણાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં148 નાંદોદ વિધાનસભામાં ઉમેદવાર તરીકે પ્રફુલ વસાવાને જાહેર કર્યા છે જેનો જિલ્લાના સંગઠન મંત્રી, સહ સંગઠન મંત્રી તાલુકા જિલ્લાના હોદ્દેદારોએ નામ જાહેર થયાની સાથેજ નાંદોદ વિધાન સભાની હાર માની લીધી છે
હોદ્દેદારોનું કહેવું છે કે આ અયાતી ઉમેદવાર છે જે ભરૂચ જિલ્લાનો વતની છે અને તે પોતે એના ગામમાં પણ એની માતાને ગ્રામ પંચાયતમાં ચોથા વોર્ડમાં ઉમેદવારી કરાવી હતી ત્યાં ફક્ત 48 વોટ મળ્યા છે એમના કુટુંબીજનો સગા સંબંધી કોઈ પણ આ વ્યક્તિને વોટ આપ્યા નથી તો શું આવા વ્યક્તિને નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભાની આમ આદમી પાર્ટી તરફથી એમને કમાન સોંપી રહ્યા છો કે જે વ્યક્તિનો અમારા નર્મદા જિલ્લામાં કોઈ વજુદ નથી અને આવા બહારથી રીમોટ કંટ્રોલની જેમ જે ઉમેદવાર મૂક્યા છે એનો અમે જિલ્લાના તમામ સંગઠનઓ દ્વારા સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને સાથે સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાજી નો અર્જુન રાઠવા અને પ્રફુલ વસાવાનો પણ અમે તમામ હોદ્દેદારો સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી આ કેન્ડિડેટને બદલવામાં નહીં આવે ત્યાં સુધી અમે જિલ્લાના તમામ સંગઠનો કામ નહીં કરીએ પાર્ટીનું અમને અમારો સ્થાનિક ઉમેદવાર જ આપવા અરવિંદ કેજરીવાલને વિનંતી કરી છે.
જોકે આ બાબતે જાહેર કરાયેલા ઉમેદવાર ડો.પ્રફુલ વસાવા એ જણાવ્યું કે મારી ઉપરથી પસંદગી થઈ છે અને હું આ બેઠક માટે યોગ્ય અને બીજેપી ને આ બેઠક પર લડત આપી શકું તેવો સક્ષમ છું તેવું ઉપરી કમાનને લાગતા મને આ જવાબદારી સોંપી છે.

(10:25 pm IST)