Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

થર્ડ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર blue sky અંતર્ગત અમદાવાદ જિલ્લામાં હવા પ્રદુષણથી બચવા માટે જનજાગૃતિ અભિયાનનુ આયોજન

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : “થર્ડ ઇન્ટરનેશનલ ડે ઓફ ક્લીન એર ફોર blue sky અંતર્ગત અમદાવાદ જિલ્લામાં 7 થી 10 સપ્ટેમ્બર સુધી હવા પ્રદુષણથી બચવા માટે જનજાગૃતિ અભિયાનનુ આયોજન કરવામાં આવેલ છે.”  
 અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની અધ્યક્ષતામાં તથા ડૉ શૈલેષ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ ડૉ.ચિંતન દેસાઈ, જિલ્લ રોગચાળા નિયંત્રણ અધિકારી, અમદાવાદની દેખરેખ હેઠળ National Program on Climate Change and Human Health  અંતર્ગત હવા પ્રદુષણથી આરોગ્ય પર થતી આડઅસરો ટુંકા ગાળાની આડઅસરો જેવીકે માથાનો દુખાવો, ચક્કર અવવા, આંખમાં બળતરા થવી, ખાંસી, ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી ઉપરાંત લાંબા ગાળાની આડઅસરો જેવીકે હદયરોગો, શ્વાસ સંબંધીત રોગો, ફેફસાનું કેન્સર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (સ્ટ્રોક) અને તેના અટકાયતી પગલા અર્થે અમદાવાદ જિલ્લાના નવ તાલુકાઓના આરોગ્ય કેન્દ્રો દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત 2000 કરતા વધુ વૃક્ષો નું વાવેતર આરોગ્ય કેન્દ્રો ખાતે કરવામાં આવ્યું અને આરબીએસકે ટીમ દ્વારા 27 કરતાં વધુ સ્કૂલો ના 1500 કરતાં વધુ બાળકોને હવા પ્રદુષણ થી થતી આરોગ્યની આડ અસરો અને તેના અટકાયતી પગલાં બાબતની વિગતે સમજ આપવામાં આવી.  
 અમદાવાદ જિલ્લાના ૧૦૦ કરતાં વધુ  હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો દ્વારા ફોકલ ગ્રુપ ડિસ્કશન માધ્યમથી જાહેર જનતાને હવા પ્રદુષણ થી આરોગ્ય પર થતી અસરો અને તેના અટકાયતી પગલા બાબતે સમજ આપવામાં આવી. જાહેર જનતાને અપીલ કે હવા પ્રદુષણ થી બચવા માટે વધારેમાં વધારે વૃક્ષો વાવો, ભીડભાડ વાળી પ્રદૂષિત જગ્યાઓએ જવાનું ટાળો, સવારે અને સાંજે ધરનાં બારી બારણા બંધ રાખો. ઉંમર લાયક વ્યક્તિઓ, નાના બાળકો, સગર્ભા માતાઓ, લાંબાગાળાની બીમારીથી પીડાતા લોકોનું ખાસ ધ્યાન રાખો, પ્રદૂષિત હવામાં લાબાં સમય સુધી બાહ્ય શારીરીક પરિશ્રમ ટાળો. બીડી કે સિગારેટનું સેવન ટાળો,  સીએનજી, ઈલેકટ્રીક વાહનોનો વધુ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. નજીકનાં અંતરનાં કામો માટે ચાલતા કે સાઈકલનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.

(7:09 pm IST)