Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ગુજરાતને ૧૨-૧૨ એવોર્ડ મળતા જેલોમાં દિવાળી જેવો માહોલ, મન મૂકીને સહુ નાચ્‍યા

દેશભરનાં એક હજારથી વધુ સ્‍પર્ધકો ગુજરાતની પ્રગતિ,મીટ આયોજન પર આફ્રિન : રાજ્‍યપાલશ્રી દ્વારા પણ અદભૂત આયોજન બદલ, અમિતભાઈ, મુખ્‍યમંત્રી અને હર્ષભાઈ સંઘવી જેમ ડો.કે.એલ.એન.રાવ ટીમની પ્રસંશા કરી બિરદાવી

રાજકોટ, તા.૮:   ગુજરાતના ઇતિહાસમાં પોલીસ તંત્ર દ્વારા ભાગ્‍યેજ થયેલ હોય તેવી ઓલ ઇન્‍ડિયા પ્રિઝન મીટમા ગુજરાતને વિવિધ સ્‍પર્ધામાં ૧૨ એવોર્ડ મળતા ગુજરાતના ગવર્નર હસ્‍તે વિજેતાઓને એવોર્ડ વિતરણ સહિત સમાપન સમારોહમા ગુજરાતના સ્‍પર્ધકો દ્વારા મન મૂકીને ખુશી મનાવવામાં આવેલ, રાજ્‍યપાલશ્રી દ્વારા પણ સમગ્ર આયોજનની પ્રસંશા કરવામાં આવી હતી.                                           

 ત્રી દિવસીય આ મિટનો પ્રારંભ કોઈ ઓલમ્‍પિક આયોજન જેવા વાતાવરણમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવેલ, ઉકત પ્રસંગે મુખ્‍ય મંત્રી અને રાજ્‍ય લેવલના ગૃહમંત્રી દ્વારા કેદીઓને આત્‍મ નિર્ભર બનાવવા ડો.કે. એલ.એન. રાવની નિશ્રામાં સમગ્ર ટીમ દ્વારા ચાલતા અભિયાનની મોહ ફાટ પ્રસંશા કરી હતી.                     

દેશભરના જેલ અધિકારીઓ સ્‍ટાફ માટે ગુજરાત જેલ પ્રશાસન દ્વારા રહેવા,જમવા, ચા, નાસ્‍તો અને ગુજરાત અને કેન્‍દ્ર દ્વારા ગુજરાતના ગૌરવ જેવા વિકસિત સ્‍થળોની મુલાકાત દેશના અન્‍ય રાજ્‍યોના લોકો જાતે નિહાળી શકે તે માટે તમામને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને દ્વારકા દર્શન માટે પણ અભૂતપૂર્વ વ્‍યવસ્‍થા ગોઠવી હતી. જેલ વડા , નાયબ જેલ વડા અને જેલ સુપ્રિ.ના માર્ગદર્શન હેઠળ નાયબ જેલ અધિક્ષક દિગ્‍વિજયસિંહ રાણા, રીડર પીઆઇ શ્રી.વાળા વિગેરે આખી ટીમ સક્રિય રહેલ. રાજ્‍યભરના જેલ સુપ્રિ.વિગેરે હાજર રહી સહયોગ આપેલ. લો એન્‍ડ ઓર્ડર વિભાગ દ્વારા પણ જરૂરી સહયોગ અપાયેલ. ઉકત પ્રસંગે મુખ્‍ય સચિવ પંકજ કુમાર, એડી.ચીફ સેક્રેટરી હોમ રાજકુમાર, મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્‍તવ, જોઇન્‍ટ પોલીસ કમિશનર અજય ચૌધરી,મયંકસિંહ ચાવડા, ગૌતમ પરમાર, દિનેશ પરમાર અને સ્‍પોર્ટ્‍સ લવર એડી.સીપી રાજેન્‍દ્ર અસારી સક્રિય ભૂમિકામાં રહેલ. આત્‍મ નિર્ભર પ્રોજેકટ સહિત મહત્‍વના જેલ પ્રોજેક્‍ટના માર્ગ દર્શક જાણીતા શિક્ષણવિદ ડો.ઇન્‍દુ રાવ વિશેષ ઉપસ્‍થિત રહેલ.

(3:45 pm IST)