Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

ગુજરાત સરકાર ૧૦મીએ સીનેમેટીક ટુરીઝમ પોલીસી લોંચ કરશે

પ્રવાસ ઉદ્યોગને પ્રોત્‍સાહન આપતી ફીલ્‍મોના પ્રોડકશનને અપાશે વળતર

અમદાવાદ, તા., ૮: સારી ગુણવતાની ગુજરાતી ફિલ્‍મો બનાવવાને પ્રોત્‍સાહન આપવાની પોલીસી પછી હવે ગુજરાત સરકાર સીનેમેટીક ટુરીઝમ પોલીસી લોંચ કરવા જઇ રહી છે. એવી આશા સેવાઇ રહી છે કે તેનાથી રાજયના પ્રવાસનને ફાયદો થશે આ પોલીસી હેઠળ ટુરીઝમને પ્રોત્‍સાહન આપતા પ્રોજેકટ, કાર્યક્રમો અને ફિલ્‍મોના કુલ ખર્ચના રપ ટકા રકમનું વળતર આપશે. આમાં ગુજરાતના ટુરીઝમને પ્રોત્‍સાહન આપનારી ફિલ્‍મો ઓટોટી પ્‍લેટફોર્મ, પ્રોડકશન હાઉસ સામેલ છે તે ઉપરાંત મોટા ઇવેન્‍ટસને પણ સામેલ કરાશે.

સરકારમાં ઉચ્‍ચ પદે બિરાજમાન એક અધિકારીએ કહયું પ્રવાસન વિભાગે આ પોલીસીનું માળખુ મુખ્‍ય પ્રધાન અને ઉચ્‍ચ અધિકારીઓને મોકલી આપ્‍યું છે. આ અંગેનો જીઆર ટુંક સમયમાં રીલીઝ કરવામાં આવશે અને આ પોલીસી ૧૦ સપ્‍ટેમ્‍બરે ઓફીશ્‍યલી લોંચ કરવામાં આવશે.

સીનેમેટીક ટુરીઝમ પોલીસીના લોચીંગ માટે ટુરીઝમ વિભાગે અજય દેવગણ જેવા બોલીવુડ સ્‍ટારને નિમંત્રણ આપ્‍યું છે. એક અધિકારીએ કહયું પોલીસીના અમલીકરણતથા તેના પર ધ્‍યાન રાખવા માટે એક સ્‍ટેટ લેવલ ઇમ્‍પીલીમેન્‍ટેશન કમીટી (એસએલઆઇસી) પણ બનાવવામાં આવશે. આ કમીટી મુખ્‍ય પ્રધાનના અધ્‍યક્ષપદ હેઠળ રહેશે.  તેમણે વધુમાં કહયું કે ૧૧ રાજયોની એસએલઆઇસીમાં પ્રવાસન પ્રધાન, અધિક મુખ્‍ય સચિવ અને નાણા, રેવન્‍યુ, ગૃહ, યુવક અને સાંસ્‍કૃતિક, પ્રવાસન, માહીતી વગેરે વિભાગના મુખ્‍ય સચિવો પણ રહેશે.

એક પ્રવાસન અધિકારીએ કહયું કે પોલીસીમાં વળતર મેળવવા માટે વિભીન્ન કેટેગરી અને સ્‍લેબ રહેશે.

(11:34 am IST)