Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

સુરતમા નાનપણથી જ ચોરીના રવાડે ચડેલા ત્રણ લોકોને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા

મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલા આરોપીઓ ઝડપાયા :10 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાના ભેદ ઉકેલાયા

સુરતમા નાનપણથી જ ચોરીના રવાડે ચડેલા ત્રણ લોકોને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા હતા. જેમાં મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલા ઈસમો ઝડપાઇ જતા 10 જેટલા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુનાના ભેદ ઉકેલાયા હતા. તેમજ સુરતમાં થોડા સમયથી અલગ અલગ જગ્યાએ ચોરીની ઘટના બનતી હતી તેમાં પણ ખાણીપીણીની જગ્યાએ ચોરીની વધુ ઘટના બનતી હતી.

 સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા બાતમી મળી હતી કે ત્રણેય આરોપીઓ કતારગામ વિસ્તારમાં આવેલા જુના કબ્રસ્તાન પાસે ઉભા છે તેથી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે છાપો મારી સાહિલ સલીમ પઠાણ ,હરીશ પ્રકાશ માળી અને સુમિત શિવાજી પાટીલ મેં ઝડપી પાડી તેમની પૂછપરછ કરતા તેમની પાસેથી ત્રણ મોબાઈલ ફોન,આઇપેડ, ગેમઝોનની ત્રણ ગન ,સેન્સર જેકેટ,અને મોટર સાઇકલ સહિત કુલ 3 લાખ થી વધુ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ ત્રણેય વ્યક્તિ રીઢા ચોર હોવાનું સામે આવ્યું હતું. આ આરોપીઓ નાનપણ થી જ ચોરી ના રવાડે ચડી ગયા હતા..અને ચોરી કરી પોતાના મોજશોખ પૂરા કરતા હતા. આ આરોપીઓ ચોરી કરવા માટે હોટલ અને ખાણી પીણીની જગ્યા વધુ પસંદ કરતાં હતાં અને ચોરી કરવા જાય ત્યારે હોટલ માં જમી અને રોકડની ચોરીને અંજામ આપતા હતા.આ સાથે જ જ્યારે રોકડ ચોરી કરે ત્યાં થીજ એક બાઈકની પણ ચોરી કરતા હતા. આ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા સુરત ના વિવિધ પોલીસ મથકની હદ માં આચરેલા 10 થી વધુ ગુનાના ભેદ ઉકેલાયા હતા. પોલીસ ગણપતિના તહેવાર નિમિત્તે સતત પેટ્રોલિંગ કરી રહી છે જેનું ફળ જે જોવા મળી રહ્યું છે. કારણ કે સતત પેટ્રોલિંગ રાત્રીના સમયે અને વહેલી સવારે જ કરવામાં આવે છે ત્યારે એક પછી એક ગુના કરી ગેંગોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી રહી છે.

(10:37 pm IST)