Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સાપુતારામાં તૈયાર થનાર એથ્લેટિકસ ટ્રેકને સરિતા ગાયકવાડનું નામકરણ કરાશેઃ મંત્રી

ડાંગમાં શોભાયાત્રા બાદ દરબાર હોલમાં સન્માન સમારોહ યોજાયો ;લોકોમાં અનરો ઉત્સાહ

 

ઇન્ડોનેશિયાના જકાર્તા યોજાયેલી ૧૮મી એશિયન ગેમ્સમાં /૪૦૦ મીટર રિલે દોડમાં ઇન ફૉર પ્લેયરમાં ગુજરાતના ડાંગ જિલ્લાની દીકરી .સરિતા ગાયકવાડે ભારતને સુવર્ણચંદ્રક અપાવીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. જેના સન્માન માટે ડાંગ આહવા ખાતે એક શોભાયાત્રા યોજાઇ હતી. જે આહવાના મુખ્યમાર્ગો પર ફરી હતી સરિતા ગાયકવાડનું સન્માન કરવા ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા બાદ ડાંગ દરબાર હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

પ્રસંગે રમતગમત રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલે સરિતા ગાયકવાડને અભિનંદન પાઠવતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ખેલમહાકુંભને પરિણામે આવા હોનહાર ખેલાડીઓને વૈશ્વિક રમતોમાં ગુજરાત અને ભારતની શ્રેષ્ઠતા ઝળકાવવાની તક સાંપડી છે. ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓ માટે ખેલ મહાકુંભ એક પ્લેટફોર્મ બની ગયું છે.

 રાજય સરકાર દરવર્ષે ખેલમહાકુંભમાં રૂ. ૪૫ કરોડના ઇનામો આપીને ખેલાડીઓને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરી રહી છે. ખેલ મહાકુંભના માધ્યમ દ્વારા રાજ્ય સરકાર ખેલાડીઓને આનુષાંગિક તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે.

(11:53 pm IST)