Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

મોડાસામાં પોલીસ ચોકી પાસેની મોબાઈલ શૉપમાં ચોરી :40 હજારથી વધુના મોબાઈલ ઉઠાવી ગયા

 

મોડાસામાં તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ મોડાસા ચાર રસ્તા પાસેની મોબાઈલ શોપમાં ચોરી કરી છે ચાર રસ્તા પરની પોલીસ ચોકી પાસે જ ચોરીને અંજામ આપીને ચોરોએ પોતાની હિંમતનો પરિચય આપ્યો છે. 24 કલાક ધમધમતા રસ્તા ચોરોએ શોપનું શટર ઉંચુ કરીને ચાલીસ હજારથી વધુના મોબાઇલ ઉઠાવી ગયા હતા. મુખ્ય માર્ગ પર ચોરીના બનાવ સામે પોલીસ પેટ્રોલીંગ પર સવાલ ઉઠવા સાથે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(11:03 pm IST)