Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રાજ્યમાં ચાર મુખ્ય એક્સપ્રેસ-વે બનાવાશે :650 કી,મી,નું નેટવર્ક વિસ્તરશે ;મનસુખભાઇ માંડવીયા

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક બાદ જાહેરાત

 

વડોદરા :રાજ્યમાં નેશનલ હાઈવે ઓથોરીટી ચાર મુખ્ય એક્સપ્રેસ-વે બનાવશે,કેન્દ્રીય રાજ્યકક્ષાના માર્ગ અને પરિવહન મંત્રી મનસુખ માંડવીયાએ વડોદરાના સર્કીટ હાઉસમાં નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં વડોદરાના સાંસદ, ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.

  મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, આગામી સમયમાં રાજ્યમાં એક્સપ્રેસ વે બનાવવામાં આવશે જે ૬૫૦ કિલોમીટરનું નેટવર્ક ધરાવશે. જેમાં વડોદરાથી કીમ સુધીનો એક્સપ્રેસ વે બનશે, જે મુબઈ સાથે ગુજરાતને જોડશે. જે ૮૫૦૦ કરોડના ખર્ચે બનાવાશે. બીજો દિલ્હી દાહોદ ગોધરાથી વડોદરાને જોડતો એક્સપ્રેસ વે બનાવાશે. જે ૩૦,000 કરોડના ખર્ચે બનશે.

 ત્રીજો અમદાવાદથી ધોલેરા સુધીનો એક્સપ્રેસ વે બનશે. જે ૭૦૦૦ કરોડના ખર્ચે બનશે. ચોથો સાજોડથી રાધનપુર સુધીનો બનશે. જે કંડલા બંદરને જોડશે જે ૧૨૪ કી.મી.નો હશે જે ૬૫૦૦ કરોડના ખર્ચે બનશે આગામી ડીસેમ્બર સુધીમાં દર એક એક્સપ્રેસ વેની કામગીરીનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

(11:00 pm IST)