Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સુરતના વરાછામાં હીરાના કારખાનામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો :આરોપી ભાવેશ અને જીતુ મકવાણાની ધરપકડ

ચપ્પું અણીએ મેનેજર પાસેથી 1.28 લાખ રોકડ અને હીરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

 

સુરતના વરાછામાં હીરાના કારખાનામાં થયેલી 1.27 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. ચાર પૈકી બે આરોપીની વરાછા પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કર્યા છે. પોલીસે ભાવેશ મકવાણા અને જીતુ મકવાણાની ધરપકડ કરી છે.

  આરોપીઓએ વરાછાના હીરાબાગ ખાતે આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં એક હીરાના કારખાનાના ચપ્પું અણીએ મેનેજર ને લૂંટી લીધો હતો કુલ 1.28 લાખ રોકડ અને હીરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

(10:56 pm IST)