Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને :લોકો મોંઘવારીના ભરડામાં

સામાન્ય નાગરિક હેરાન-પરેશાન : કમરતોડ ટેક્સને કારણે ઇંધણ મોંઘુ

 

અમદાવાદ :દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે લોકો મોંઘવારીના ભડકામાં હોમાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવો ઘટાડવા કોઈ પગલા લીધા નથી અથવા તો ટેક્સ ઘટાડયા નથી

 આજે પેટ્રોલના કારણે લોકોના ખીસ્સા પર બોજો પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય નાગરીક હેરાન-હેરાન અને હેરાન થઈ ચૂક્યો છે. જોવામાં આવે તો અન્ય દેશોની હરોળમાં ભારત પેટ્રોલ પર ખૂબ મોટો ટેક્સ વસૂલ કરે છે. સાથે કિંમતમાં સદંતર વધારો થઈ રહ્યો છે. તેની સામે કોઈ મોટો ઘટાડો હજુ સુધી જોવા મળ્યો નથી

  લોકોની આવકમાં પણ પેટ્રોલના કારણે પણ કોઈ વધારો થયો નથી. ત્યારે સામાન્ય માણસ માટે માત્ર મરણતોલ મોંઘવારી છે.

(10:54 pm IST)