Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અમદાવાદના 48 વોર્ડના પ્રભારી અધિકારી નિમાયા ;મ્યુનિ,કમિશનર વિજય નેહરાનો મહત્વનો નિર્ણંય

નિયુક્ત પ્રભારી અધિકારીઓ મ્યુનિ,કમિશનર અને ડેપ્યુટી કમિશનરને સીધુ રીપોર્ટીંગ કરશે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ મહત્વનો નિર્ણય લેતા 48 વોર્ડના પ્રભારી અધિકારી નિમ્યા છે. AMCના જુદા-જુદા ખાતાના અધિકારીઓને વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના મોડલ પર અધિકારીઓની નિમણૂક કરાઈ છે.

  AMCના ઇતિહાસમાં પ્રથમવાર નિર્ણય લેવાયો છેવોર્ડ કક્ષાના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે હેતુથી અને પ્રજાલક્ષી કામ યોગ્ય રીતે થાય તે માટે નિર્ણય કરાયો છે. જો કે કમિશનરના નિર્ણયથી વોર્ડના કર્મચારીઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.

(10:53 pm IST)