Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ધર્મજ-તારાપુર નજીક 36 લાખના દારૂના જથ્થાના કેસમાં પોલીસે બનાવટી દસ્તાવેજો મેળવી ગુનો દાખલ

ધર્મજ:ધર્મજ-તારાપુર રોડ ઉપર આવેલા નાર ફાટક પાસેથી ઝડપાયેલા ૩૬ લાખના વિદેશી દારૂના કેસમાં બીલ્ટીઓ બનાવટી હોવાનું ખુલવા પામતાં અંગે આણંદ એસઓજી પોલીસે બનાવટી દસ્તાવેજનો અલગથી ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ઘરી છે

 


પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૫મી જુલાઈના રોજ આણંદ એસઓજી પોલીસે નાર ફાટક પાસેથી ટ્રક નંબર કેએ-૦૧, એએચ-૯૬૭૫ને ઝડપી પાડીને તેમાંથી ૩૬ લાખ ઉપરાંતનો ૮૪૩ પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે ધીરજસિંહ રામજસસિંહ રાજપુત અને સુરજ રામલાલ કોરીને ઝડપી પાડ્યા હતા તેમની પુછપરછમાં વિદેશી દારૂનો જથ્થો પંજાબના અશોક નામના શખ્સે મોકલાવ્યો હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસને ટ્રકમાંથી કેટલીક બીલ્ટીઓ મળી આવી હતી જેમાં આર્મીના સીક્કા મારેલા પણ મળી આવ્યા હતા

જે અંગે તપાસ કરતાં તમામ બીલ્ટીઓ બનાવટી હોવાનું ખુલવા પામ્યું હતુ. જેથી ત્રણેય શખ્સો વિરૂધ્ધ બનાવટી દસ્તાવેજનો ગુનો દાખલ કરાયો હતો.

(4:41 pm IST)