Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

મહુધાના હેરજની સીમમાંથી પોલીસે વિદેશી દારૂના ગુનાહમાં બુટલેગરની ધરપકડ કરી

મહુધા: તાલુકાના હેરંજ ગામની સીમમાંથી પકડાયેલા વિદેશી દારૂના કેસ તેમજ આણંદ શહેર પોલીસ મથકે દાખલ થયેલા બે વિદેશી દારૂના કેસમાં નાશતા ફરતા હેરંજના બુટલેગરને ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે મહુધા પોલીસના હવાલે કર્યો હતો

 


મળતી માહિતી મુજબ ખેડા એલસીબી પોલીસની તા.--૧૮ ના રોજ એવી માહિતી મળી હતી કે મહુધા તાલુકાના હેરંજમાં રહેતાં કાભઈભાઈ પુનમભાઈ ઝાલાએ ગામના સ્મશાન પાસે આવેલ ગોચર જમીનમાં વિદેશી દારૂ સંતાડ્યો છે. જેથી પોલીસે દરોડો પાડતાં ત્યાંથી રૂ.૫૮,૨૦૦ નો દારૂ મળી આવ્યો હતો. જો કે કાભઈભાઈ ભાગી છુટ્યો હતો. તેની સામે મહુધા પોલીસમાં ફરીયાદ દાખલ થઈ હતી. બુટલેગર હેરંજ આવવાનો હોવાની માહિતી એલસીબીને મળતાં એલસીબી પોલીસે વોચ ગોઠવી આવી ચઢેલા બુટલેગર કાભઈભાઈ ઉર્ફે કાળીયો પુનમભાઈ ઝાલાને પકડી પાડ્યો છે. તેની તપાસમાં તે આણંદ ટાઉનમાં દારૂના બે ગુનામાં પણ નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે દિશામાં પણ તપાસ હાથ ધરી છે

(4:40 pm IST)