Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અસ્થમાની અસરકારક માવજતની અરજ ગુજારવા માટે બેરોકઝિંદગી કેમ્પેઈન લોન્ચ

(કેતનખત્રી) અમદાવાદ : અસ્થમા સંબંધમાં ખોટી માન્યતાઓ અને ડરને દૂર કરવાના લક્ષ્ય સાથે અને આ સ્થિતિથી અસરગ્રસ્તોને તેમનું જીવન મર્યાદિત કર્યા વિના જીવવા માટે પ્રોત્સાહન આપવા માટે મલ્ટી - મીડીયા જાગૃતિ કેમ્પેઈન અમદાવાદમાં લોન્ચ કરવામાં આવી હતી. આ બિમારીને નાથવા માટે સૌથી સ્માર્ટ પસંદગી ઈનહેલેશન થેરેપી છે. તે સ્થાપિત કરવા પર ભાર આપવા માટે આ મલ્ટી ચેનલ પહેલ અસ્થમાથી પીડાતા લોકો અને આરોગ્ય સંભાળ વ્યાવસાયિકોને પણ માહિતી અને સંસાધનો પૂરા પાડશે. આ કેમ્પેઈનનું લક્ષ્ય ઈનહેલેશન થેરેપી પ્રત્યેની ખોટી માન્યતા દૂર કરવાનું અને તેને સામાજીક રીતે વધુ સ્વીકાર્ય બનાવવાનું પણ છે. જેથી દર્દીઓ અને તેમના તબીબો વચ્ચે નિયમીત રીતે વાટાઘાટ થતી રહે અસ્થમા દીર્ઘકાલીન (લાંબા ગાળાનો) રોગ છે.

સામાન્ય રીતે વાયુમાર્ગમાં બળતરા અને વાયુમાર્ગ સાંકડો થવા તરીકે ઓળખવામાં આવે છે. જે સમસ્યા સમયાંતરે ભિન્ન હોઈ શકે છે. એક અંદાજ અનુસાર અમદાવાદમાં સ્થાનિક ડોકટરો પાસે રોજ આશરે ૪૦ દર્દીઓ અસ્થમા / શ્વાસોશ્વાસના રોગથી પીડાતા હોય તેઓ ઉપચાર માટે આવે છે. અમદાવાદમાં અસ્થમા વધુ પ્રવર્તતો હોવાના કારણોમાં વાયુ પ્રદુષણ છે. જે એર પર્ટીકયુલેટ મેટર્સમાં વધારો કરે છે.  પરાગરજ, ધુમ્રપાન, માવાની ખરાબ આદતો, પોષણની ઓછપ, વારસાગત બિમારી અને મોટાભાગે અવગણનાનો સમાવેશ થાય છે. ફેફસાના રોગની ટકાવારી અને પ્રમાણ ખાસ કરીને અસ્થમાની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં વધારો થયો છે. આ કેમ્પેઈન ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. સિવિલ હોસ્પિટલના સીઓડી ડો.રાજેશ સોલંકીએ જણાવ્યુ હતું.(૩૭.૧૦)

(4:05 pm IST)