Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

રાજ્યમાં પણ અનેક જગ્યાએ પેટ્રોલનો ભાવ ૮૦ને પાર

રાજ્યમાં પેટ્રોલની સૌથી વધારે કિંમત ભાવનગરમાં : મુંબઇમાં પેટ્રોલની કિંમત રૂ. ૮૭ને પારઃ મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખે તેવા આકરા ભાવ વધારાના કારણે લોકોને ન છૂટકે બેટરીથી ચાલતા વાહનો તરફ વળવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે

અમદાવાદ તા. ૮ : થોડા દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં દિવસે ને દિવસે વધી રહ્યાં છે. તો દેશમાં મુંબઇમાં પણ પેટ્રોલનાં ભાવે માઝા મુકી છે. આજે રાજયમાં પણ અનેક જગ્યાએ પેટ્રોલનો ભાવ ૮૦ને પાર જતો રહ્યો છે. મધ્યમ વર્ગની કમ્મર તોડી નાંખે તેવા આકરા ભાવ વધારાના કારણે લોકોને ન છૂટકે બેટરીથી ચાલતા વાહનો તરફ વળવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા ૮૦ને પાર થઇ ગયો છે. રાજયમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ ભાવનગરમાં પ્રતિ લિટર રૂ.૮૦.૬૩ થયુ છે અને ડીઝલ રૂ.૭૮.૯૧ પ્રતિ લિટર છે. અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલ રૂ.૭૯.૫૮, ડીઝલ રૂ.૭૭.૮૭ છે. સુરતમાં પેટ્રોલના ભાવમાં ૩૮ પૈસા અને ડીઝલના ભાવમાં ૪૭ પૈસાનો વધારો થયો છે. સુરતમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રૂ.૭૯.૫૨,ડીઝલ રૂ.૭૭.૮૩ છે. બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ ૭૯.૬૭, ડિઝલનો ૭૭.૯૮ રૂ. ભાવ છે. પંચમહાલમાં પેટ્રોલનો ભાવ રૂ.૭૮.૯૬ છે જયારે ડીઝલનો ભાવ રૂ.૭૬.૭૩દ્બટ રાજકોટમાં પેટ્રોલમાં ૩૯ પૈસાનો વધારો ડિઝલમાં ૪૭ પૈસાનો વધારો થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ ૭૯.૪૦, ડિઝલનો ભાવ રૂ. ૭૭.૬૯ રૂપિયા છે.

અરવલ્લી જિલ્લામાં પેટ્રોલનો ભાવ રૂ.૮૦.૨૦ જયારે ડીઝલનો ભાવ રૂ.૭૮.૪૮ પ્રતિ લીટર થઇ ગયો છે. તાપીમાં પેટ્રોલનો ભાવ રૂ.૮૦.૦૬ જયારે ડીઝલ ૭૮.૩૬ રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. આજે મોરબીમાં ૭૯.૬૫ પેટ્રોલ અને ડીઝલ ૭૭.૯૫ રૂપિયા પ્રતિ લીટર ભાવ થઇ ગયો છે.

શનિવારે પણ દિલ્હી અને મુંબઇમાં ભાવ વધ્યાં છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવ ૮૦.૩૮ પ્રતિ લિટર જયારે આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવ ૮૭.૭૭ પ્રતિ લિટર છે. બીજી તરફ જોઇએ તો ડીઝલનાં ભાવમાં ૪૪ પૈસાનો વધારો થતાં દિલ્હીમાં લિટરનાં ૮૦.૩૮ પ્રતિ લિટર અને મુંબઇમાં ૪૭ પૈસાના વધારા સાથે ૭૬.૫૧ પ્રતિ લિટર થઇ ગયા છે.(૨૧.૯)

(12:03 pm IST)