Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

ગુમ-અપહૃત થયેલા બાળકોને શોધવા માટે ૧૫ દિવસ ડ્રાઈવ

ગુજરાત રાજ્યના નવા ડીજીપી આશિષ ભાટિયાના આદેશ બાદ ડ્રાઈવ : મિટિંગમાં ખાસ કરીને રાજયમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા ગુજરાત રાજ્યના નવા ડીજીપી આશિષ ભાટિયા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી

ગાંધીનગર, તા. : ગુજરાત રાજ્યના નવા ડીજીપી આશિષ ભાટિયા દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ અને જેમાં અન્ય અધિકારીઓ પણ સામેલ હતા. મિટિંગમાં ખાસ કરીને રાજયમાંથી ગુમ થયેલા બાળકોને શોધવા ખાસ સૂચના આપવામાં આવી હતી.રાજયના ડીજીપીએ ગુમ થયેલા બાળકોને શોધવા સ્પેશિયલ ડ્રાઈવનો આદેશ કર્યો છે અને જે ડ્રાઈવ ઓગસ્ટથી ૨૦ ઓગસ્ટ સુધી ચાલશે. ડ્રાઈવમાં વધુ બાળકો પાછા મળી જાય તે માટે દબાણ પણ કરવામાં આવ્યું છે. કામ માટે આમ તો તમામ પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે પરંતુ ખાસ જવાબદારી ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, એએચટીયુ અને સીસીબીને ખાસ સૂચના આપવામાં આવી છે. મુહિમમાં ખાસ કરીને ને ૦થી ૧૮ વર્ષના બાળકો જે ગુમ થઈ ગયા છે અથવા જેમનું અપહરણ થયું છે તેવા બાળકોને શોધવા આદેશ કરવામાં આવ્યો છે.

             મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં ૨૦૦૭થી ૨૦૨૦ સુધી ૪૬,૪૦૦ બાળકોનું ગુમ અને અપહરણ થયેલા હતા અને જેમાંથી ૪૩,૭૮૩ને શોધી લેવામાં આવ્યા છે. પરંતુ હાલ પણ ૨૬૧૭ બાળકો હાલ પણ ગુમ છે અને જેમને શોધવા આદેશ આપવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે, અમદાવાદ શહેર, ભરૂચ, સુરત શહેર, દાહોદ,મહેસાણા,ગોધરામાંથી વધુ બાળકો ગુમ થાય છે. ડ્રાઈવ બાદ તમામ એજેનસીને  રિપોર્ટ પણ સોંપવાનો રહેશે. આશિષ ભાટીયાએ ૨૦૦૬ના અમદાવાદના બોમ્બ બ્લાસ્ટની તપાસની મહત્વપુર્ણ કામગીરી સફળતાપુર્વક પાર પાડી હતી. આરોપીઓને શોધવાથી લઈને તેમની ધરપકડ સુધીનું માઈક્રો પ્લાનીંગ તેમણે કર્યું હતું. સહેજ પણ ઉશ્કેરાયા વગર મેરેથોન પુછપરછ કરીને આરોપીના પેટમાંથી સત્ય બહાર કાઢવાની તેમનામાં આવડત છે તે સિવાય ભાટીયા બે અન્ય શહેરોમાં પણ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

(9:50 pm IST)