Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

રાજપીપળા સ્મશાનમાંથી કરજણ નદીમાં મૃતદેહોના અંગો નાખવાનો સિલસિલો યથાવત:તંત્ર ક્યારે પગલાં લેશે.?

ભાન ભૂલેલા સગા સંબંધીઓ પોતાના સ્વજનની પુરી અંતિમક્રિયા પણ ન કરી શરીરના બાકી રહેલા અમુક અંગો કરજણ નદીના પાણીમાં નાંખતા હોય તો એ જોખમી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના ના હાઉ વચ્ચે કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે ત્યારે કોરોનાના કારણે કે અન્ય કારણે મૃત્યુ પામેલા કેટલાક લોકોને અંતિમક્રિયા માટે સમાસને લઈ જતા સ્વજનો પુરી અંતિમક્રિયા ન કરી ઉપર છલ્લી વિધિ બાદ અગ્નિદાહ આપી સ્મશાનમાંથી ચાલ્યા જતા હોય મૃતક ના શરીરના અમુક અંગો બળતા ઘણો સમય લાગતો હોય આવા કેટલાક અંગો બળવાની રાહ ન જોઈ તેને નજીકની કરજણ નદીના પાણીમાં ફેંકી દેતા હોવાની ઘણા સમયથી બુમો હતી જેનો સિલસિલો આજે પણ યથાવત હોવાનું જાણવા મળ્યું છે.

  સ્થાનિકોમાં જણાવ્યા મુજબ મરનાર વ્યક્તિ કોરોના નો શિકાર હોય કે અન્ય કારણે મૃત્યુ પામ્યા હોય પરંતુ તેના અર્ધ બળેલા અંગો આવી રીતે નદીના પાણી માં નાખવા એ ગંભીર બાબત હોય ત્યારે ભાન ભૂલેલા અમુક સગા સંબંધીઓ પોતાના સ્વજન ની પુરી અંતિમક્રિયા કરી આમ નદીમાં આવી વસ્તુ નાખે એ ત્યાં કપડાં ધોવા કે સ્નાન કરવા આવતા લોકો માટે જોખમી કહી શકાય.તંત્ર પણ આવી ગંભીર બાબત ઉપર રોક લગાવવા કમર કશે તે જરૂરી બન્યું છે.

(8:52 pm IST)