Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

વલસાડ;ડુંગરો પરથી ભેખડો ધસી પડતા ટુરિસ્ટો માટે વિલ્સન હિલ બંધ કરાયો

માત્ર સ્થાનિક લોકોની અવરજવર માટે રસ્તો ચાલુ ;સાવચેતી રાખવા અપીલ

 

વલસાડ જિલ્લામાં વરસાદને કારણે ડુંગરો પરથી ભેખડ ધસવાની ઘટનાઓ બની રહી છે. ડીએસપીના આદેશ અનુસાર ટુરિસ્ટો માટે વિલ્સન હિલ બંધ કરાયો છે. ચાર દિવસ પહેલા ભારે વરસાદને પગલે વિલ્સન હિલ પર ભેખડો ધસી પડી હતી

  . વરસાદી માહોલમાં અગમચેતીના ભાગરૂપે પગલા ભરવામાં આવ્યા છે. માત્ર સ્થાનિક લોકોની અવર જવર માટે રસ્તો ચાલુ રાખવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે  આ વરસાદી માહોલમાં વિલ્સન હિલ ખાતે લોકોની ભારે અવર જવર રહેતી હોય છે. જેને પગલે કોઈ જાનહાની ન થાય તેને લઈને તંત્રએ આ નિર્ણય લીધો છે.

(9:58 pm IST)