Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

અંકલેશ્વરના ભાદીમાં મોટું જુગારધામ ઝડપાયું:;સ્ટેટ વિજિલન્સનો સપાટો : 25 લાખથી વધુના મુદામાલ સાથે 19 જુગારીઓ ઝડપાયા

સુરત,રાજપીપલા સહિતના શહેરોથી લકઝરીયસ કાર લઈને જુગાર રમવા આવતા : અચાનક રેડ પડતા ભાગદોડ

અંકલેશ્વરના ભાદી ગામે મોટા પાયે જુગારધામ રમાતો હોવાની બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અહીં માત્ર અંકલેશ્વરના જ નહીં પણ સુરત અને રાજપીપળા થી લકઝુરિયસ કાર લઈને જુગારીઓ રમવા આવતા હોવાનું સામે આવ્યું છે

   પોલીસે હાલમાં ૧૯ જેટલા જુગારીયાઓને ઝડપી પાડયા છે લક્કુરિયસ કાર સહિત રોકડા રૂપિયા મળી 25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

  સ્ટેટ વિજિલન્સ દ્વારા ગત રાત્રીના સમયે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા જુગારધામો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અંકલેશ્વર ભાદી ગામે ચાલી રહેલા મસમોટા જુગારધામ ઉપર અચાનક રેડ પડતા ખેલાડીઓમાં ભાગદોડ મચી હતી અફરાતફરીનો માહોલ વચ્ચે વિજિલન્સ દ્વારા ૧૯ જેટલા ખેલીઓને ઝડપી પાડયા

હતા જેમાં અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા

  આ જુગારધામ ઉપર સુરત અને રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાંથી જુગારીઓ મોટાપાયે જુગાર રમવા માટે આવતા હોવાનું સામે આવ્યું છે લકઝરિયસ કાર લઈને જુગારીઓ અહીં આવતા હોવાનું જાણવા મળ્યું છે

  પોલીસે વિવિધ કાર સહિત બાઈક એકટીવા મળી વાહનોની કિંમત રૂ 19.50 લાખ જ્યારે રોકડા રૂ 6.02 લાખ મળી કુલ રૂ 25.52 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી ૧૯ જેટલા ખેલાડીઓ ને ઝડપી પાડયા હતા

જુગાર રમાડતા મુખ્ય સૂત્રધાર શોક્ત ભાટીકર રહે. ભાદી ગામ કાદર રહે સુરત વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ શખ્સો ભાદી ગામે આવેલી અને મૂળ સેલંબા ના રહીશ આદમ વરિયા ખેતરમાં જુગાર રમાડતા હતાં

પોલીસના હાથે ઝડપાયેલા જુગારીઓ આ મુજબ છે

(1) વિરલ નરેશ ગોહિલ -ભરૂચ

(2) વિક્રમસિંહ રાજ -ભરૂચ

(3)મોહમ્મદ આરીફ અબ્દુલ શૈખ-ભરૂચ

(4) સાદિક પટેલ-ભરૂચ

(5)ભરત ચીમન વહોરા-સુરત

(6)રાકેશ ભરત મિસ્ત્રી-સરત

(7)ભાઉસર દવવાર ખેડે-સુરત

(8)નૂરમોહમદ અનવર મલેક-ભરૂચ

(9) સમસુદીન શૈખ-સુરત

(10)ઈખ્તિયાઝ હુસેન કાદરી કુરેશી-રાજપીપલા

(11)અજય વસંત ઠાકોર

(12)અનવર અબ્દુલ શૈખ-રાજપીપલા

(13)ઇમરાન મુસા પટેલ -ભરૂચ

(14)જુબેર અબ્દુલ લિબાડ- ભાદી -ભરૂચ

(15)શબ્બીર ઇશમાઇલ શાહ- માંગરોળ

(16)શબ્બીર યુસુફ ગોદર -ભરૂચ

(17) નયન રમન મિસ્ત્રી રાજપીપલા

(18)પ્રકાશ ભવરલાલ શાહ- સુરત

(19)દિનેશ મગન ઇન્દ્રાલી -સુરત

 

(12:37 am IST)