Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

રાત્રે 9 વાગ્યે અમદાવાદમાં વરસાદ શરૂ :એસ.જી હાઈવે,બોડકદેવ, વસ્ત્રાપુર, જોધપુર, સેટેલાઈટ, ગુરુકુળ સહિતના વિસ્તારોમાં વરસાદ

કેટલાક વિસ્તારમાં ઝાપટા જ્યારે અમુક વિસ્તારમાં મચ્છરીયો વરસાદ થતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ

 

અમદાવાદમાં આજે રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે બફારો અને ગરમીના માહોલ વચ્ચે અમદાવાદમા આજે રાત્રે ધોધમાર વરસાદ વરસતાં અમદાવાદીઓને રાહત મળી હતી.

શહેરમા રાત્રે 9 વાગ્યાની આસપાસ એસ.જી હાઈવે, બોડકદેવ, વસ્ત્રાપુર, જોધપુર, સેટેલાઈટ, ગુરુકુળ જેવાં વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.

   અમદાવાદમાં દિવસભર બદલાયેલા વાતાવરણ બાદ મોડી સાંજે ધીમીધારે વરસાદ વરસવાનું શરૂ થયુ હતું. અમુક વિસ્તારમાં ઝાપટા રૂપે જ્યારે અમુક વિસ્તારમાં મચ્છરીયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થયો હતો. જો કે હવામાન ખાતાની સારા વરસાદની આગાહીની સામે માત્ર નામ પૂરતો વરસાદ વરસતા શહેરીજનો નિરાશ થયા હતા.

(9:52 pm IST)