Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

૧પમી ઓગસ્ટે બિનઅનામત આયોગને લઇને રાજ્ય સરકાર મોટી જાહેરાત કરે તેવી શક્યતાઃ રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ચર્ચા-વિચારણા

અમદાવાદઃ બિન અનામત આયોગને લઈને રાજ્ય સરકાર આગામી 15મી ઓગસ્ટના રોજ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. સુત્રો મળેલા અહેવાલ અનુસાર પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં વિવિધ યોજનાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો આ અગાઉ પણ યોજનાઓના ઝડપથી અમલીકરણ માટે CM સમક્ષ રજૂઆત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી બીન અનામત વર્ગો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટીદાર સમાજ દ્વારા 25 ઓગષ્ટના રોજ અમરણાંત ઉપવાસ આંદોલનનું એલાન કરાયું છે.
જો કે આર્થિક અનામત પર હાર્દિક પટેલે નિવેદન કર્યુ હતું. તેણે જણાવ્યુ હતું કે આર્થિક અનામત મુદ્દે સરકારને સમર્થન આપવા તૈયાર છું. સરકાર આર્થિક અનામત લાગુ કરશે તો આંદોલન બંધ કરી દઇશ.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સરકાર 15મી ઓગષ્ટના રોજ બિન અનામત આયોગને લઇને રાજ્ય સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આ મુદ્દે કેબિનેટની બેઠકમાં ચર્ચા કરાઇ હતી. જો કે, આ યોજનાઓના ઝડપથી અમલીકરણ માટે અગાઉ પણ CM રજૂઆત થઇ હતી.

(6:40 pm IST)