Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

બીલીમોરા નજીક પ્રેમીસાથે યુવતીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

બીલીમોરા: નજીક આવેલા સિંગલ ફળિયામાં પ્રેમી સાથે રહેતી યુવતિએ આજે સવારે પોતાના પ્રેમીના ઘરમાં પતરાની એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. બીલીમોરા નજીક આવેલા તલોધ ગામે ભગત ફળિયામાં રહેતી લક્ષ્મી ઉર્ફે સોનલ ભીખુભાઇ નાયકા (ઉ.વ. ૨૧)ના લગ્ન ત્રણ વર્ષ અગાઉ વલસાડ ખાતે થયા હતા પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં થતાં છુટાછેડા થયા હતા. ત્યારબાદ  સોનલ પોતાના પિતાના ઘરે રહેવા આવી ગઇ હતી. દરમ્યાન તેની આંખો નજીકમાં આવેલા સિંગલ ફળિયાની હનુમાન ગલીમાં રહેતા અને છુટક મજૂરીકામ કરતા નિલેશ રાઠોડ (ઉ.વ. ૨૪) સાથે મળી ગઇ હતી. આથી બંને પ્રેમીપંખીડાઓ લગ્ન વિના સાથે સહજીવન માણવા લાગ્યા હતા. છેલ્લા અઢી-ત્રણ વર્ષથી સોનલ પ્રેમી નિલેશ રાઠોડની સાથે તેના ઘરમાં રહેતી હતી. નિલેશ દારૃ પીવાની ટેવ ધરાવતો હતો. જેનાં કારણે બંને વચ્ચે ટસલ થતી રહેતી હતી.
 

(6:00 pm IST)