Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વડોદરામાં જવેલરીની હત્યાના આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

વડોદરા: ઘડિયાળીપોળના મહેશ્વરી જ્વેલર્સના માલિક સાથે નાણાંકિય લેવડ દેવડની તકરારમાં જવેલરની કરપીણ હત્યા રીને લાશ ફેંકી દેવામાં આવી હતી. આ ચકચાર ભર્યા કેસમાં સામેલ ચાર આરોપીઓને કસુરવાર ઠેરવીને અદાલતે આજીવનકેદની સજા કરી પ્રત્યેકને રૃપિય ૧૦ હજારનો દંડ કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે, અકોટાની ચિનારવૂડ સોસાયટીમા ંરહેતા અને ઘડિયાળીપોળમાં મહેશ્વરી જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા પ્રહલાત શાંતિલાલ શાહને આજવા રોડની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા દિપક બચુભાઇ પ્રજાપતિએ રૃપિયા ૧.૧૭ કરોડ ચૂકવવામા હતા જે રૃપિયા ચૂકવવા ના પડે તે માટે દિપક પ્રજાપતિએ અન્ય શખ્સો સાથે મળીને કાવત્રુ રચીને પ્રહલાદ શાહનું અપહરણ કરી હત્યા કરી લાશ વાઘોડિયા તરસવા ગામની સીમમાં ફેંકી દીધી હતી. ચાર વર્ષ પૂર્વે આ ચકચાર ભર્યા કેસમાં પોલીસે ચાર આરોપીઓ (૧) દિપક પ્રજાપતિ (૨) સુભાષ રાજેન્દ્રભાઇ બારોકર (રહે. ગાજરાવાડી વચલુ ફળિયુ) ગણેશ ઉર્ફે ગન્નુ નિલકંઠભાઇ કદમ (રહે. ગોવિંદનગર, કારેલીબાગ) અને (૪) અબ્દુલ ઉર્ફે મુન્નો રહેમાનભાઇ શેખ (રહે. પાણીગેટ)ની સામેનો કાસ અત્રેની અદાલતમાં ચાલી ગય ોહતો. 
 

(5:59 pm IST)