Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

માતરના મોટી ભાગોળ વિસ્તારમાં અપશબ્દો બોલવાની ના કહેતા ધારિયાથી જીવલેણ હુમલો

માતર:ના મોટી ભાગોળ વિસ્તારમાં મલેક અને પઠાણ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્નીને ગાળો બોલવાની ના પાડતા ધારીયું મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવ અંગે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર મોટી ભાગોળ નગીના મસ્જિદ પાછળ અનવરમીયાં ઉર્ફે ડેની અકબરમીયાં મલેક રહે છે. ગત તા. ૪-૮-૧૮ની રાત્રે રૂકૈયાબાનુ નમીજખાન પઠાણ અનવરમીયાંની પત્ની રેશ્માબેનને ગમે તેમ ગાળો બોલતી હતી. જેથી અનવમીયાંએ જઈ ગાળો ન બોલવા જણાવ્યું હતું. આ વાત સાંભળી તમીજખાન પઠાણે ધારીયું મારવા જતા અનવરમીયાંના કાન ઉપર ઈજા થઈ હતી. જ્યારે સાહીદખાન ફિરોજખાન તથા રૂકૈયાબાનુએ ધારીયું તથા લાકડીની ઝાપોટ મારી ઈજા કરી હતી. તેમજ આજે તો જવા દીધો છે બીજી વખત તને જીવતો નહીં રહેવા દઈએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 
આ બનાવ અંગે અનવરમીયાં ઉર્ફે ડેની અકબરમીયાં મલેકની ફરિયાદ આધારે માજર પોલીસે તમીજખાન અહેમદખાન, શાહીદખાન ફિરોજખાન તથા રૂકૈયાબાનુ તમીજખાન પઠાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:52 pm IST)