Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય મંત્રી પદે મંગલસિંહ સોલંકી

વડોદરાના મિનલબેન ગોહિલ સંયુકત મંત્રી

રાજકોટ, તા. ૮ :. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની મંજુરીથી શ્રી અશોક ગેહલોટે સેવાદળના રાષ્ટ્રીય સંગઠન માળખાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત સેવાદળના મુખ્ય સંગઠક શ્રી મંગલસિંહ સોલંકી (મો. ૯૮૨૪૦ ૪૦૧૯૬)ને સેક્રેટરી તથા વડોદરાના પૂર્વ કોર્પોરેટર મિનલબેન ગોહિલને જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. બન્ને સેવાદળના  સંગઠન  ક્ષેત્રના  વર્ષોના  અનુભવી  છે.

(3:58 pm IST)