Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ભરૂચ રેલવે સ્ટેશને અચાનક ચેકીંગ :15મી ઓગસ્ટના તહેવારને લઈને સુરક્ષા વ્યવસ્થા ચકાસાઇ

ભરૂચના રેલવે સ્ટેશનમાં આર.પી,એફ તથા જી.આર.પી.એફ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરાયુ હતું.આગામી 15મી ઓગષ્ટના રાષ્ટ્રિય તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત દુરસ્ત બનાવવા ચેકીંગ કરાયું હતું

    યાત્રીઓના માલસામાન સહિત લાગતી વળગતી વસ્તુઓનું સઘન ચેકીંગ કરાયુ હતું. આ ચેકીંગમાં ડોગ સ્ક્વોડ, બોંબ સ્કવોડ તથા વિવિધ વિભાગો દ્વારા વિવિઘ રેલવે બ્રીજો પર પણ ચેકીંગ કરાયુ હતુ. જોકે ક્યાંયથી કશુંજ વાંધાજનક વસ્તુઓ ન મળી આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

(1:24 pm IST)