Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

SC/STના નાણાનાં વપરાશનો કાયદો બનાવવા માંગ જીજ્ઞેશ મેવાણીએ માગ્યું ભાજપના ધારાસભ્યનું સમર્થન

 

અમદાવાદ :SC/ST સબ પ્લાનના નાણાનાં વપરાશનો કાયદો બનાવવા આંદોલનની શરૂઆત કરાઇ છે. વિધાન સભામાં દાખલ કરાયેલા ખાનગી વિધેયકને સમર્થન આપીને કાયદો બનાવવા આંદોલન શરૂ કરાયુ છે

  . ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, નૌશાદ સોલંકી, કોંગ્રેસના નેતા કરસનદાસ સોનેરી સહિતના નેતાઓ આ આંદોલનમાં ઉપસ્થિત રહ્યા હતા  કૉંગ્રેસનાં દલિત ધારાસભ્યોનો આક્ષેપ છે કે એસટી એસસી સમાજ માટે ફ્ળવાયેલ બજેટ અન્ય વિભાગોમાં વપરાઈ રહ્યું છે. આંદોલનમાં ભાજપનાં ધારાસભ્ય પ્રદીપ પરમારના ઘરે જઈ તેમનું સમર્થન પણ મંગાયું હતું 

(10:59 pm IST)