Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

વડોદરાના ડભોઇ રોડ પર નકલી બ્રાન્ડેડ દારૂની મીની ફેક્ટરી ઝડપાઇ ;બે આરોપીઓની ધરપકડ

લવિંગ ભેળવીને કાચની બ્રાન્ડેડ બોટલમાં રીપેકિંગ કરીને વેંચતા હતા

વડોદરા :વડોદરાના ડભોઈ રોડ પર આવેલી તીર્થ રિટ્રીટ નામની સોસાયટીમાં ચાલતી નકલી બ્રાન્ડેડ દારૂની મિની ફેક્ટરી પોલીસે ઝડપી પાડી હતી.ભેજાબાજો પ્લાસ્ટિકની બોટલમાં મળતા સસ્તા દારુનો બનાવટી બ્રાન્ડેડ દારુ બનાવવા માટે લવિંગનો પણ ઉપયોગ કરતા હતા.જે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.લવિંગ ભેળવેલો દારુ તેઓ કાચની બ્રાન્ડેડ બોટલોમાં ભરીને તેનુ ફરી પેકિંગ કરીને બજારમાં વેચતા હતા

પોલીસે આ મિની ફેક્ટરીમાંથી દારુની 136 બોટલો, કાચની ખાલી બોટલો, લવિંગ વગેરે મળીને 26000 રુપિયાનો મુદ્દામાલ પકડ્યો છે.તેની સાથે સાથે સોસાયટીમાં રહેતા ભરત ઠાકોર માછી અને ગાજરાવાડ વિસ્તારની તુલસી નિવાસની ચાલમાં રહેતા મુકેશ પરમારની ધરપકડ કરી છે.

(11:46 pm IST)