Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

સુરતની કુખ્યાત લેડી ડોન ભૂરી દીવમાં તેના પુરુષ મિત્ર સાથે પણ બાખડી :એક ફૂટ લાંબુ ચપ્પુ મળ્યું

લેડી ડોન ભૂરી તેના મિત્ર પ્રકાશ બામણિયા ઉર્ફે રાહુ સાથે ઝઘડતા બંનેની પોલીસે કરી અટકાયત

 

સુરતની કુખ્યાત લેડી ડોન ભુરી દીવમાં તેના પુરુષ મિત્ર સાથે પણ બાખડી હતી લેડી ડોન ભૂરી તેના પુરૂષ મિત્ર સાથે દીવ ફરવા ગઈ હતી. ત્યારે પોતાના મિત્ર સાથે કોઈ મુદ્દે તકરાર થતા તેણે ઝઘડવાનું શરૂ કર્યું હરું નાગવા બીચ પર થયેલી આ માથાકુટની જાણ થતા પોલીસે બંનેને પકડી પાડ્યા હતા. ભુરીની ઝડતી લેતા તેની પાસેથી એક ફૂટ લાંબુ ચપ્પુ મળી આવ્યું હતું.

 

  આ અંગે મળતી વિગત મુજબ દીવના નાગવા ખાતે અસ્મિતા જીલુભા ગોહિલ ઉર્ફે ભુરી ડોન પોતાના મિત્ર પ્રકાશ બામણિયા ઉર્ફે રાહુ દીવ ફરવા ગયા હતા. દરમિયાન પ્રકાશ અને ભુરીનો ઝઘડો થતાં મામલો બીચક્યો હતો. આ ઘટનમાં પોલીસે ભુરીને ઝડપી પાડતા તેનો ટ્રેક રેકોર્ડ સામે આવ્યો હતો. ભુરીનો ગુનાહિત ઇતિહાસ જોઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી. દીવ પોલીસે ત્યારબાદ સુરત પોલીસનો સંપર્ક સાધ્યો હોવાના અહેવાલ છે

  લેડી ડોન ભુરી સુરતમાં અનકે ગુનાઓમાં સંડોવાયેલી છે. લુંટ, ખંડણી અને હત્યાના પ્રયાસ જેવા સંગીન ગુનાઓની આરોપી અસ્મિતા ઉર્ફે ભુરી દીવમાં પણ શાંત રહી શકી નહોતી.

ઉના તાલુકાના ગાંગડાની અસ્મિતા ગોહિલ નામની સીધી સાદી યુવતી આજે સુરતમાં લેડી ડોન ભુરી નામથી કુખ્યાત છે. આખા સુરત શહેરને તેણે માથે લીધું છે. ગુંડાગીરી, મારામારી અને ખુલ્લેઆમ તલવાર લઇ લોકોને ડરાવી રહી છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થતા પોલીસે ભુરીની ધરપકડ કરી છે. ભુરીની પાછલી જિંદગી આજની લાઇફ કરતાં સાવ જુદી હતી. પિતા જીલુભાઇ વિરાભાઇ ગોહીલ આજે મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. અને સાવ સામાન્ય ઘરમાં રહે છે. ઘરના અન્ય સભ્યોમાં માતા જાનુબેન અને 7 ભાઇ ભાંડુઓમાં 6 દિકરી અને એકનો એક પુત્ર સૌથી નાનો છે

(10:26 pm IST)