Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અશાંત ધારો વધારે કડક કઠોર જોગવાઇ ઉમેરાઈ

દંડ સહિતની જોગવાઇ સાથેનું વિધેયક ગૃહમાં રજૂ :અશાંત ધારાનો ભંગ કરનારાઓને ત્રણથી પાંચ વર્ષ સુધી આકરી જેલ અને રૂપિયા એક લાખની દંડની જોગવાઈ

અમદાવાદ, તા.૬ : ગુજરાત વિધાનસભાગૃહમાં ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી ઉપર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવાથી રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરવા બાબતનું સુધારા સાથેનું બહુ મહત્વનું વિધેયક રજૂ થયું હતું. મહેસુલ વિભાગમાં હવાલો ધરાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયકથી અશાંત વિસ્તારમાં મિલકતની ફેરબદલી પર પ્રતિબંધ લાગશે. વિધાનસભામાં રજૂ કરાયેલા સુધારા અને નવી જોગવાઇઓ સાથેના વિધેયકમાં અશાંત ધારો વધુ કડક બનાવવામાં આવ્યો છે અને તેમાં આકરી જોગવાઇઓ ઉમરેવામાં આવી છે. આજે ગુજરાત વિધાનસભાગૃહમાં અશાંતધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિધેયક રજૂ કર્યુ હતું. આ વિધેયકથી અશાંત વિસ્તારમાં મિલકતની ફેરબદલી પર પ્રતિબંધ લાગશે. પ્રતિબંધના ચુસ્ત અમલ માટે સજા અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ માટે સલાહકાર સમિતિ અને ખાસ તપાસ ટીમ નીમવામાં આવશે. આજે વિધાનસભામા અશાંત ધારા સુધારા બિલ પસાર કરવામાં આવ્યુ છે ત્યારે અગાઉ કોંગ્રેસના સમયમાં બિલ પસાર કરાયુ હતું બાદમાં ૧૯૯૧માં પસાર થયુ હતું. અશાંત ધારાનો કેટલાક લોકો છટકબારીનો ગેરલાભ લેતા હતા. પરંતુ મલિન ઇરાદાવાળા તત્વો કોઈ સમુદાયને હેરાન ન કરી શકે માટે આ વિધેયર પસાર કરવામાં આવ્યું હતું. પહેલા અશાંત ધારાવાળા વિસ્તારમાં ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ખરીદ વેચાણ થતુ હતુ, એટલું જ નહી, તેમાં સીધા જઈને નોંધણી થતી હતી પરંતુ હવે પહેલા કલેકટર પાસે જવુ અને ત્યાં નોંધણી કરાવવી ફરજીયાત બનાવાઇ છે. રાજ્ય સરકાર આ મામલે નવી એડવાઇઝરી કમિટી બનાવશે તથા નવી જોગવાઈમાં અપીલની જોગવાઈ પણ કરાઇ છે. એટલું જ નહી, અશાંત ધારાનો ભંગ કરનારને ત્રણથી પાંચ વર્ષ સુધીની જેલ અને રૂપિયા એક લાખની દંડની જોગવાઈ કરાઈ છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ ગૃહમાં આવતાં નથી એટલે મહેસુલ વિભાગનો હવાલો હાલના તબક્કે ગૃહમાં જવાબ આપવા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપાયો છે.

અશાંત ધારો લાગુ પાડવા પાછળનું કારણ શું........

મિલકત વેચાણ-ખરીદ પર લાગૂ થાય છે

અમદાવાદ, તા. ૮ : કોમી તોફાનો પછી મિલકતોની ખરીદ-વેચાણની ફરિયાદો વધી જતી હતી. અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો કે જેથી એક કોમ તકનો કે સંજોગો પરિસ્થિતિનો લાભ લઇ બીજી કોમના મકાનો અથવા મિલ્કત પચાવી ના પાડે.

(10:04 pm IST)