Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અમદાવાદ કાંકરિયા ટેલિફોન એક્સચેન્જ પાસે BRTS રૂટ પર ગાબડું : એકબાજુનો રસ્તો બંધ કરાયો :રીપેરીંગ કયારે કરાશે ?

છેલ્લા પાંચ દિવસથી તંત્ર ઘોર નિંદ્રામાં : ટ્રાફિકને ભારે અગવડતા વેઠવી પડે છે

અમદાવાદનાં કાંકરિયા ટેલિફોન એક્સચેન્જ પાસે BRTS રૂટ પર મોટું ગાબડું પડ્યું છે  જેના કારણે BRTS કોરિડોરનો એક તરફનો રૂટ બંધ કરાયો જેના કારણે ટ્રાફિકને ભારે અગવડ વેઠવી પડી રહી છે. ઘટનાને 5 દિવસ છતાં AMC તંત્ર ઘોર નિંદ્રામાં છે.

  અધિકારીઓ દ્વારા રોડમાં ગાબડું પડ્યા બાદ એટલો  ભાગ કોર્ડન કરી ગયા પછી પોતાની ફરજ પૂરી થઇ ગઇ હોય તેમ પરત આવ્યા નથી કે રોડના ગાબડાનું રીપેરીંગ કામ કરવાની કોઈ કાર્યવાઇ પણ શરૂ કરાઇ નથી. વાહન ચાલકો સહિત આસપાસના લોકો ટ્રાફિક જામ તથા અવાજ પ્રદુષણના વધારાથી તંત્ર સામે રોષે ભરાયા છે.

(11:56 am IST)