Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

અમદાવાદના કાંકરિયા કબડ્ડીના મેદાનમાં બે ટીમો વચ્ચે મારામારીઃ ખુરશીઓ ઉછળી

ઇન્ટરકોલેજ કબડી ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે મારામારીના દ્દશ્યો: તોફાની તત્વોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી

અમદાવાદ : શહેરના કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં યોજાયેલી કબડ્ડીની મેચમાં બે ટીમો વચ્ચે મારામારી થઈ હતી.કબડ્ડી ટુર્નામેન્ટમાં બબાલ થતા ભારે હોબાળો મચ્યો હતો. ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટમાં બે ટીમ સામસામે આવી ગઈ હતી અને બાદમાં ખુરશીઓ ઉછળી હતી.

 આ આ અંગે મળતી વિગત મુજબ કાંકરિયા પાસે ટ્રાન્સટેડિયા એરેના ક્લબમાં કબડ્ડીની મેચ રમાઇ રહી હતી. ત્યારે તોફાની તત્વોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી હતી. આજે છઁ પટેલ કોલેજ અને ૐદ્ભના વિદ્યાર્થીઓની મેચ હતી. ત્યારે ઇન્ટરકોલેજ કબડી ટુર્નામેન્ટમાં બે ટીમ વચ્ચે મારામારીના દ્દશ્યો સર્જાતા મેચ નિહાળી રહેલા દર્શકોની દોડધામ મચી હતી.

(9:47 pm IST)