Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતૂર : પુલ પાણીમાં ગરક થઇ ગયો : વલસાડ અને નવસારીના ખેરગામને જોડતો માર્ગ બંધ

નવસારી :  નવસારી અને વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડી બની છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાંધાઇ ગામેથી વહેતી ઔરંગા બન્ને કાંઠે થઈ છે. જેથી નાંધાઇ ગામે આવેલો ગરગડીયા પુલ આખો પાણીમાં ગરકાવ થયો છે. ગરગડીયા પુલ ડૂબી જતા વલસાડ અને નવસારીના ખેરગામને જોડાતો માર્ગ બંધ થયો છે. પુલ ડૂબી જતા ૧૦ ગામોનો સંપર્ક બંધ થયો છે. જેને કારણે નવસારી અને વલસાડ જવા આવવા માટે સ્થાનિકોએ નેશનલ હાઇવેનો ઉપયોગ કરવો પડ્યો છે.

સમગ્ર વલસાડ-વાપીમાં મેઘો મહેરબાન બન્યો છે. ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડમાં દમણગંગા નદી ગાંડીતુર બની છે. નદીના પાણી દરિયા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે સેવલાસમાં રિવરફ્રન્ટ બંધ કરાયો છે. દમણગંગાનો જુનો પુલ પર બંધ કરાયો છે.

(9:33 pm IST)