Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

આદિવાસી વસ્તીવાળા તાપી જિલ્લાના સરકુવા ગામમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો એકપણ કેસ નહિ

ગ્રામજનોએ સમજદારી પૂર્વક કોરોના કાળમાં કામગીરી કરતા આજ સુધી આખું ગામ કોરોના મુક્ત રહ્યું

તાપી :મહત્તમ આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાનું એક એવું પણ ગામ છે કે જ્યાં આજ દિન સુધી કોરોના પોઝિટિવનો એક પણ કેસ નોંધાયો નથી. સાથે  કોરોનામુક્ત ગામ હોવાની સાથે જ આ ગામમાં 70 ટકા ગ્રામવાસીઓએ કોરોનાની રસી પણ મુકાવી દીધી છે.

 જયારે કોરોનાની ઝપેટમાં કોઈને કોઈ રીતે દેશ દુનિયાના લોકો સપડાઈ રહ્યા છે અથવા તેમના સગા સંબંધી તેનો ભોગ બની રહ્યા છે, ત્યારે આદિવાસી વિસ્તાર એવા તાપી જિલ્લાનું એક એવું પણ ગામ છે, કે જ્યા આજ દિન સુધી કોરોના પોઝિટિવનો એક પણ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયો નથી.

વ્યારા તાલુકાના સરકુવા ગામ કે જેની વસ્તી એક હજારથી વધુ છે, ત્યાંના લોકોની જાગૃતતા અને તંત્રના પ્રયાસોથી ગામમાં આજ દિન સુધી એક પણ કોરોના પોઝિટિવ નો કેસ નોંધાયો નથી અને આવનાર દિવસોમાં પણ કોરોના ના કેસો ન આવે તેના સહિયારો પ્રયાસ કરાઈ રહ્યો છે.

આદિવાસી વિસ્તારના સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના સરકુવા ગામ કે જેમાં કોરોના પોઝિટિવનો એકપણ કેસ આવ્યો નથી, જેનો સંપૂર્ણ શ્રેય ગ્રામજનોની જાગૃતિ અને તંત્રના સહિયારા પ્રયાસો છે. સરકારની સૂચનાથી તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે પરંતુ જ્યાં સુધી લોક જાગૃતિનો અભાવ હશે ત્યાં કોરોના જેવી મહામારી પોતાનું માથું ઉંચકશે જ, માટે સરકુવા ગામના ગ્રામજનોએ જે સમજદારી પૂર્વક કોરોના કાળમાં કામગીરી કરી જેને લઈ આજ સુધી આખું ગામ કોરોના મુક્ત રહ્યું છે.

(1:02 am IST)