Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પટનામાં આઈએમએ યોગ ગુરુ રામદેવ સામે મોરચો ખોલ્યો: પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો

આઈએમએ દ્વારા સરકાર પાસેથી રામદેવ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી

પટના : યોગ ગુરુ રામદેવના એલોપેથીવાળા નિવેદનથી ઉભો થયેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. હવે બિહારની રાજધાની પટનામાં આઈએમએ યોગ ગુરુ રામદેવ સામે મોરચો ખોલ્યો છે. એલોપેથીને લઈને યોગગુરુ રામદેવના વાંધાજનક નિવેદન વિરુદ્ધ પટનાના પત્રકાર નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આઇએમએના માનદ રાજ્ય સચિવ ડો.સુનિલ કુમારે પણ આ સમયગાળા દરમિયાન સરકાર પાસેથી રામદેવ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ફરિયાદમાં લખ્યું છે કે વર્તમાન કોવિડ વૈશ્વિક રોગચાળામાં સમગ્ર બિહારમાં આધુનિક તબીબી પ્રણાલીના સરકારી અને બિન-સરકારી તબીબોએ કોવિડ-19 રોગચાળા સામે જાગૃતિ, નિવારણ, રોગની ઓળખ, સારવાર, રસીકરણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના દિશા નિર્દેશો અનુસાર સતત કામ કરીને કોરોના જેવી ખતરનાક બીમારીથી હજારો લોકોને મોતના મુખમાંથી બચાવ્યા છે.

આ દરમિયાન, અમે કોવિડ-19 ચેપના કારણે 151થી વધુ ડોકટરોને ગુમાવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આધુનિક ચિકિત્સા પદ્ધતિ અને તેના ડોકટરોનો વારંવાર આદર કરીને આભાર માનવામાં આવે છે. એક સમયે જ્યારે બિહાર અને દેશ COVID-19ની બીજી લહેર સામે લડતા હતા, ત્યારે યોગ ગુરુ રામદેવ અને તેમના અનામી મિત્રોએ આપણી આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના ડોક્ટરો અને શહિદ થયેલા ડોક્ટરોની મજાર ઉડાવતા અમારી આધુનિક ચિકિત્સા પદ્ધિતી પ્રત્યે સામાન્ય લોકોના મનમાં ભ્રમ, અવિશ્વાસ અને ખોટા આરોપો લગાવ્યા. તેનાતી અમારા ડોકટરોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

નોંધનિય છે કે આ પહેલા યોગ ગુરુ સ્વામી રામદેવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું આઈએમએ વિરુદ્ધ આપેલા નિવેદનો પાછો ખેંચું છું. હું તે ડોકટરોને સલામ કરું છું જેમણે કોરોના કટોકટીમાં પોતાનો જીવનું બલિદાન આપીને બીજાના જીવ બચાવ્યા છે

(12:14 am IST)