Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રથમ દિવસે 400 જેટલા પ્રવાસીઓ નોંધાયા : કોરોના ગાઈડલાઈનનું પાલન

(ભરત શાહ દ્વારા)  રાજપીપલા : દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીઆજથી ફરીથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે ,  આજે પ્રથમ દિવસે 200થી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ઓનલાઇન ટિકિટ બુક કરાવી દીધી.છે  પરંતુ હજુય પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત છે  આ વર્ષે કોવિડ ના કેસ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી  ખાતે કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો હતો. કારણ કે આ વર્ષે બીજી લહેરમાં  જે માર્ચ મહિના પછી નો સમયગાળો હતો એમાં કોરોના ના કેસો ખુબ જ વધતા હતા તેમાં એપ્રિલથી જેના કારણે કોરોના નો ટેસ્ટ ફરજીયાત કરાયો હતો .સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઈગ ગેલેરીમાં જવા માટે ટિકિટ મર્યાદિત કરવામાં આવી હતી.અને એક દિવસમાં માત્ર 200 જ પ્રવાસીઓને વ્યુઈંગ ગેલેરી જોવાનું અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મર્યાદિત પણ કરાયું હતું .પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરી જોવાની જે ટિકિટ છે એનો કુલ 7000 ટિકિટનો કરી દેવામાં આવ્યો છે સાથે સાથે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું અંદર જવાની ટિકિટ અનલિમિટેડ છે.પ્રવાસીઓ માટે  પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.આજે  સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટેની 380 રૂપિયાની કિમતની  165 પ્રવાસીઓ વ્યુઈંગ ગેલેરી જોવાની ટિકિટ ઓન લાઈન બુકિંગ કરાવી છે અને વ્યુઈંગ ગેલેરી જોવાની 1030 રૂપિયા ની કિમતની એકસપ્રેસ ટિકિટ  22  જેટલા પ્રવાસીઓએ બુકિંગ કરાવી દીધું છે.
આ બાબતે નડિયાદ ના પ્રિયંકા ભટ્ટરાએ જણાવ્યું હતું કે  અમે ઘણા સમયથી ઘરમાં હતા કોરોનાનો ડર ચારેકોર હતો. પણ આજે સ્ટેચ્યુ પર ફરવા આવતા અમને આનંદ થયો ખૂબ મઝા આવી અહીંયા તમામ પ્રોજેક્ટો ખૂબ સુંદર છે.

(11:34 pm IST)