Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજપીપળા લીમડા ચોક પાસે બેભાન થયેલા શ્વાનના બચ્ચાને એનિમલ ટીમે સ્થળ પર સારવાર આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં પશુઓ માટે એનિમલ એમ્બ્યુલન્સની ટીમ ખૂબ સારી સેવા આપી રહી છે જેમાં કરુણા એનિમલ દ્વારા સારવાર આપતી એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા શહેરમાં રખડતા પશુ કે જાનવરો બીમાર પડે ત્યારે આ ટીમને જાણ થતાં જ તુરંત ઘટના સ્થળે પહોંચી આ મૂંગા જોવો ને બચાવવા સારવાર આપે છે.
  રાજપીપળા લીમડા ચોક શર્મા કોમ્પલેક્ષ પાસે 7 જૂને સવારે  5 મહિનાના શ્વાનનું બચ્ચું કોઈ ઝેરી વસ્તુ આરોગી લેતા તે બેભાન હાલતમાં હોવાથી આ બાબતે કોઈક સ્થાનિકે એનિમલ એમ્બ્યુલન્સ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલી એનિમલ ટીમે આ બચ્ચાને જરૂરી સારવાર આપી હતી.આમ અવાર નવાર મૂંગા જાનવરને બચાવવા આ ટીમ ખરેખર સરાહનીય કામ કરી રહી છે.

(11:32 pm IST)