Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

જાયન્ટસ ગૃપ ઓફ રાજપીપલાની ટીમ દ્વારા મોટા પીપરીયા ખાતેના વૃધ્ધાશ્રમમા ભોજન પીરસાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા જયન્ટ્સ ગ્રુપના સભ્યો અવાર નવાર લોકસેવાના કામો કરતા હોય છે જેમાં મંગળવારે પણ જાયન્ટસ ગૃપ ઓફ રાજપીપળા દ્વારા મોટા પીપરીયા વૃધ્ધાશ્રમમા ભોજન પીરસાયું હતું જેમાં વૃદ્ધાશ્રમના વૃધ્ધોને રસ,રોટલી સહિતનું પાકુ ભોજન અપાવમાં આવ્યું હતુ. સાથે તમામને ન્હાવાના સાબુ તથા નાસ્તો અને જીવન જરૂરિયાત ની વસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
 આ પ્રસંગે જાયન્ટસ ગૃપ 3 એ,ના ઓફીસર દતાબેન ગાંધી,જા.પ્રમુખ.મહેશ દલાલ,પૂર્વ પ્રમુખ ચંદેશ મઢીવાલા, હસમુખભાઇ પ્રજાપતિ,હરિવદનભાઈ ગજ્જર,મંત્રી નમીતાબેન.તથા જેતલપરીયા નાઓ હાજર રહી કાયઁક઼મને સફળ બનાવ્યો હતો

(11:29 pm IST)