Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રસેલા ગામમાં મંદિરમાં દિવાબત્તી કરવા ગયેલી મહીલાને મારી ધમકી આપનાર દંપતી વિરુદ્ધ ફરીયાદ

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રસેલા ગામમાં મહિલાને માર મારી ધમકી આપનાર પડોશી દંપતિ સામે ફરીયાદ થવા પામી છે
  મળતી માહિતી મુજબ પ્રતાપબેન ચંન્દ્રસિંહ બોડાણા ( ઉ.વ ૭૦ ) ( હે.રસેલા નિશાળ ફળીયું )એ આપેલી ફરિયાદ અનુસાર તેઓ તેમના બાજુમા આવેલ મંદિરમા દિવાબત્તી કરવા જતા હતા તે વખતે હેમલત્તાબેન  મનહર સિંહ બોડાણાએ કહેલ કે આ જગ્યા ઉપર તમારે આવવુ નહી તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ ગાળૉ બોલી ઢીકાપાટુનો માર મારી તેમજ મનહરસિંહ ચંન્દ્રસિંહ બોડાણા પત્નીનું ઉપરાણું લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(11:25 pm IST)