Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મોવી ચોકડી પાસે ફોર વ્હીલ ગાડીએ મોટર સાઈકલને ટક્કર મારી ગંભીર ઇજા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નાંદોદ તાલુકાના મોવી ગામ પાસે ગાડીએ મો.સા. ને અડફ્ટમાં લેતા મો.સા. ના ચાલક ને ગંભીર ઇજાઓ થઈ હતી
મળતી માહિતી અનુસાર હરીલાલભાઈ બુટીયાભાઇ વસાવા (રહે.ખરાઠા નિશાળ ફળીયુ તા.નેત્રંગ જી.ભરૂચ ) ની ફરીયાદ મુજબ તેમના ભાઈ ભાઇલાલભાઇ બુટીયા ભાઇ વસાવા ઘાંટોલી ગામે કામ અર્થે જતા હતા તે વખતે મોવી ચોકડી પાસે દેડીયાપાડા નાળા ઉપર રોડ તરફથી આવતી ફોર વ્હીલ ગાડી નં.GJ- 06- BA- 0535 પુર ઝડપે હંકારી લાવી મોટરસાયકલ સાથે એક્સીડંટ કરી ચાલાક ને પગે ફેક્ચર કરી ગાડી લઈ નાસી જનાર ચાલાકની રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

(11:23 pm IST)