Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

રાજપીપળા પાસેના ગામમાં પ્રેમ સંબંધ બાબતે થયેલી તકરારનું સમાધાન કરાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પાસેનાં એક ગામે ૪૦ વર્ષના મમતા બહેન ( નામ બદલ્યુ છે.)ના દિકરાને ગામની એક છોકરી સાથે ૨ વર્ષ થી પ્રેમ સંબંધ હતા.તે છોકરી પોતાની રીતે જ મમતા બહેનના ઘરે આવી ગઇ હોય જેથી છોકરીનાં પરિવારજનો તેને શોધવા માટે ત્યાં આવ્યા બાદ મમતા બહેન અને તેમના દીકરાને માર મારતા ૧૮૧ મહિલા હેલપલાઇનનો સંપર્ક કરતા રાજપીપલા અભ્યમ રેસ્ક્યું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમનું અસરકારક કાઉંસેલિંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.
  મળતી માહિતી મુજબ મમતા બહેન ના દીકરા ને ગામની છોકરી સાથે ૨ વર્ષથી પ્રેમ સંબંધ હતા, આ વાતની જાણ છોકરીનાં પરિવારજનો ને થતા તેમને તે છોકરીને માનસિક ટોર્ચર કરતા હતા. તેથી છોકરી કંટાળીને મમતા બહેનના ઘરે જતી રહી,છોકરીનાં ઘરના મમતા બહેનના ઘરે આવ્યા અને તમારો છોકરો જ આત્મહત્યા કરી લેવાની ધમકીઓ આપતો હશે માટે તે ભાગી આવી હશે એમ કરીને મમતા બહેન અને તેના છોકરાને મારવા લાગ્યા હોય ત્યારબાદ અભ્યમ ટીમે બંને પક્ષને કાયદાકીય માહિતી આપી સમજાવ્યા કે છોકરી હજુ ૧૭ વર્ષ ની છે જેથી તેના ઘરે સોંપી હતી,આમ આ ઝગડા નું નિરાકરણ કર્યું અને સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી

(11:19 pm IST)